MOJ MA (GHATE TO ZINDAGI GHATE) LYRICS – KINJAL DAVE
Singer - Kinjal Dave Lyrics - Manu Rabari - Deepak Purohit Music - Mayur NadiyaSong | MojMa ( Ghate To Zindagi Ghate ) |
Singer | Kinjal Dave |
Lyrics | Manu Rabari, Deepak Purohit |
Music | Mayur Nadiya |
મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં
મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં
જમો ભલે લોજ માં રેહવાનું ભાઈ મોજ માં
તડકો ને છાયો ભલે આવે રે જીવન માં
રેહવાનું કાયમ એકજ વિચાર માં
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે
મોજ માં રે મોજ માં…
જીવવું ને ફરવું બિન્દાસ લેરી,
ભલે ને હોય પછી ચારે કોર વેરી
જીવવું ને ફરવું બિન્દાસ લેરી,
ભલે ને હોય પછી ચારે કોર વેરી
હે આખી આ જીંદગી ના દાડા તો બે ચાર છે
હાર પછી જીત ને જીત પછી હાર છે
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે
ના કોઈ ઝંઝટ ના કોઈ ખટપટ
રેહવાનું મોજ થી ના કોઈ ઝટપટ
ના કોઈ ઝંઝટ ના કોઈ ખટપટ
રેહવાનું મોજ થી ના કોઈ ઝટપટ
પ્રભાત ના પોર માં સાઈકલ ના રેસ માં
પેહરી ભાઈબંદ હારે કલરફૂલ ડ્રેસ માં
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે
જોતું રહી જાય કોઈ જોવે જો એકવાર
જોવું પડે પાછું વળીને વારવાર
જોતું રહી જાય કોઈ જોવે જો એકવાર
જોવું પડે પાછું વળીને વારવાર
હે ફરી મળે લેરી આવી કોઈને ખબર શું
મળી છે જીંદગી કરી લે કદર તું