Kasumbi No Rang Lyrics

Kasumbi No Rang Lyrics : Kasumbi No Rang is Gujarati Song sung by Chetan Gadhvi. The Lyrics of this song is written by the Great Writer ZaverChand Meghani in Bhairavi Rag.

Song Kasumbi No Rang
Singer Chetan Gadhvi
Lyrics Zaverchand Meghani
Source Bhairavi Rag

હે મારી જનનીના હૈયામાં પોઢંતા
પોઢંતા પીધો કસુંબીનો રંગ;
હે મા ના ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ …
રાજ….
 
હે……બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
રાજ….-2
 
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
રાજ….-2
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
દુનિયાના વીરોનાં લીલા
બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
દુનિયાના વીરોનાં લીલા
બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
હે……ભક્તોના તંબૂરથી ટપકેલો
મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
ભક્તોના તંબૂરથી ટપકેલો
મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
વહાલી દિલદારાના પગની મેંદી
પરથી ચૂમ્યો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં
કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં
કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને
ગાલે છલકાયો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને
ગાલે છલકાયો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ …
રાજ…..-2
 
હે………ઘોળી ઘોળી પ્યાલા ભરિયા :
રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ;
રાજ…..-2
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા :
રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ;
રાજ…..-2
 
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં તમે!
હોશિલા તમે! રંગીલાં તમે! !
લેજો કસુંબીનો રંગ ! …
રાજ…..-5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *